Dev Diwali 2021: નડીયાદનું સંતરામ મંદિર હજારો દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠ્યું - નડીયાદ સંતરામ મંદિર દેવ દિવાળી
🎬 Watch Now: Feature Video

સમગ્ર દેશમાં શુક્રવારે દેવોની દિવાળી દેવદિવાળીની (Dev Diwali) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નડીયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં (Nadiad Santram Temple) પણ દેવદિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ દિવસે મંદિરમાં હજારોની સંખ્યામાં દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા, જેના કારણે મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. ત્યારે આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. તો દેવદિવાળી (Dev Diwali) નિમિત્તે વહેલી સવારે મંદિરમાં અખંડ જ્યોતના દર્શન અને પાદૂકા પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મહારાજે પૂજ્ય સંતરામ મહારાજની અખંડ જ્યોતમાંથી દીપ પ્રગટાવીને સમાધીસ્થાનની સામે તુલસી ક્યારા પર પ્રથમ દીવો પ્રગટાવ્યો હતો. આ સાથે જ આખું મંદિર જય મહારાજના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.