કચ્છમાં પાણીની તંગી, ઉદ્યોગોને અપાઈ રહેલા નર્મદાના પાણી પર 50 ટકાનો કાપ - Kunwarjibhai Bavaliya
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: ઉનાળો આવતા સમગ્ર ગુજરાતમાં પાણીની સમસ્યા સર્જાઇ છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ પાણીની મોકાણ શરુ થઇ છે. ત્યારે કચ્છના ઉદ્યોગોને અપાઈ રહેલા નર્મદાના પાણી પર 50 ટકા કાપ મુકવામાં આવ્યા છે. આ કાપ બ્રાંચ કેનાલમાંથી અપાતાં પાણી પર મૂકાયો છે, મુખ્ય કેનાલમાંથી અપાતાં પાણી પર કાપ નથી મુકાયો. જો કે આગામી સમયમાં મુખ્ય કેનાલમાંથી ઉદ્યોગોને અપાતાં પાણી પર 30 ટકા કાપ મૂકાઈ શકે છે.