રાજકોટ ડેરીમાં ભ્રષ્ટાચાર મામલે કિસાન સંઘ અને ડેરીના ચેરમેન આમને-સામને - ગોવિંદ રાણપરિયા
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજકોટ કિસાન સંઘ દ્વારા તાજેતરમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું કે, રાજકોટ ડેરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે. આ સાથે જ ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયાએ 30થી વધારે પોતાના સગા વ્હાલઓની ભરતી કરી છે. આ ઉપરાંત જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ડેરીમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવે છે અને ચૂંટણી બાદ આ ભાવ વધારો લાગુ કરવામાં આવતો નથી. આ સમગ્ર મામલાને લઈને ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારા અને રાજકોટ ડેરી પર આવા ગંભીર આક્ષેપો કરીને કિસાન સંઘ ડેરીની છબી બગાડવાનો પ્રયાસ કરી રહી છે. હકીકતમાં આ તમામ આક્ષેપો પાયા વિહોણા છે. રાજકોટ ડેરીમાં દૂધમાં ભેળસેળ અંગે તેમણે જણાવ્યું હતું કે, ડેરીમાં જો આવું દૂધ આવી જાય તો તાત્કાલિક તેનો નિકાલ કરવામાં આવે છે અને અમારી ડેરી અમુલ ડેરી સાથે જોડાયેલી છે માટે ભેળસેળનો સવાલ જ ઉભો થતો નથી. આ ઉપરાંત કિસાન સંઘના નેતા દિલીપ સખીયા પર તેમણે ગંભીર આરોપો લગાવ્યા હતા.