સુરતમાં નીતા એસ્ટેટ બિલ્ડીંગ ધરાશાયી મુદ્દે બિલ્ડરો વિરૂદ્ધ ગુનો દાખલ - એસ્ટેટ બિલ્ડીંગ પડવાના મામલે
🎬 Watch Now: Feature Video

સુરત: કતારગામ વસ્તાદેવી રોડ પર નીતા એસ્ટેટ બિલ્ડીંગ પડવાના મામલે કતારગામ પોલીસે બિલ્ડરો વિરૂદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં 3 લોકો ઘાયલ થયા હતા, તો એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું. બે માળની આ બિલ્ડિંગમા જરી અને એમ્બ્રોડરીના વજનદાર મશીનો મુકવામાં આવતા દુર્ઘટના વધુ ભયાનક બની હતી. આ એસ્ટેટ નીચે 5 જેટલી દુકાનો પણ આવી હતી. બિલ્ડીંગ પડતા તમામ દુકાનદારો જીવ બચાવી ભાગી ગયા હતા. આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. એસ્ટેટના માલિક રાજેશ શંકર, સહિત પરેશ સવજી શંકર, નીતાબેન અને સમજુભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.