જનતા કરફ્યૂઃ અમદાવાદમાં કલમ 144 ઉલંધન કરી લોકો રોડ પર ઉતરી આવ્યા - અમદાવાદ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ કોરોના વાઈરસ વધુ ન ફેલાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફ્યૂની જાહેરાત કરી હતી. PM મોદીએ સાથે જ સમર્થનમાં 5 વાગીને 5 મિનિટ પર તાળી-થાળી વગાડી ઉત્સાહ વધારવા કહ્યું હતું. લોકોમાં કોરોના વાઈરસનો ભય ન હોય તેમ રસ્તા પર ઉતરી સરઘસ કાઢ્યુ હતું. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને થાળી વગાડવા રેલી કાઢી હતી. 22 માર્ચે જનતા કરફ્યૂને સમર્થન મળ્યુ હતું, પરંતું સાંજ થતા મોદી સરકારની મહેનત પર લોકોએ પાણી ફેરવી દીધું હોય લાગી રહ્યું હતું.