જામનગર મનપાએ 21 દુકાનો સીલ કરી - jamnagar news
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ચા અને પાન મસાલાની દુકાનો પર લોકોની ભીડ એકઠી થઇ રહી છે જેના કારણે કોરોના સંક્રમણ પણ વધી રહ્યું છે. કોરોનાનું સંક્રમણને અટકાવવા માટે લોકોની ભીડ એકત્ર ન થાય તે વાતને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા જુદી જુદી ટીમો બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં દુકાનો સીલ કરવાની કામગીરી શરૂ કરી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, સિક્યુરિટી ઓફિસર તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા શહેરમાં જુદાજુદા વિસ્તારમાં કુલ 21 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે. જામનગર શહેરમાં ગઈકાલે 564 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે ત્યારે લોકો બેફિકરાઈ અને બે જવાબદારીભર્યું વર્તન કરી અને જાહેરમાં માસ્ક વિનાના ફરતા જોવા મળી રહ્યા છે.