જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર રાજય સરકાર પાસે બદલીની માગ મામલે બોલ્યા "No કોમેન્ટ" - અંગ્રેજી અખબાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7822417-865-7822417-1593439824552.jpg)
જામનગરઃ મહાનગરપાલિકાના કમિશ્નર સતીશ પટેલે બદલી કરાવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હોવાનો અહેવાલ એક અંગ્રેજી પેપરમાં છપાયો હતો. મીડિયા સાથેની વાતચીતમાં કમિશ્નર સતીષ પટેલે કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જોકે અંગ્રેજી અખબારમાં એવું લખવામાં આવ્યું છે, કે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીષ પટેલે બદલી કરાવવા માટે રજૂઆત કરી છે. જો કે જામનગર મહાનગરપાલિકા કમિશ્નર તરીકે સતીષ પટેલ થોડા સમય પહેલા જ નિયુક્ત થયા છે અને એકાએક બદલી કરાવવા માટે કેમ રાજ્ય સરકારમાં રજૂઆત કરી તે ચર્ચાનો વિષય બન્યો છે. શું મહાનગરપાલિકાના કમિશ્નરની કામગીરીમાં કોઈ અડચણ ઉભી થઇ રહી છે તેવા લોકો સવાલ કરી રહ્યા છે.