જામનગર કોવિડ હોસ્પિટલમાંથી 8 દર્દીઓ ડિસ્ચાર્જ, ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા - Jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરની કોવિડ હોસ્પિટલમાંથી શનિવારે વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ચાર પુરુષ અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. આમ તો જામનગરની જી જી હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાના કોરોના સેમ્પલના રિપોર્ટ તપાસ અર્થે આવતા હોય છે. જો કે કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પણ ઉત્તમ સારવાર આપવામાં આવે છે. જામનગર જિલ્લામાં અત્યારે સુધીમાં 75 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ કોવિડ હોસ્પિટલમાં 14 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી શનિવારના રોજ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ દર્દીઓમાં મોટાભાગના દર્દીઓ જામનગર શહેરના રહેવાસી છે. જો કે જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જાય છે. આજે જામનગરના ગ્રામ્ય પંથકમાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે.