જામનગરમાં નશાબંધી સપ્તાહની પૂર્ણાહુતિ, STના કર્મચારીઓને વ્યસનમુક્ત રહેવા અનુરોધ કરાયો - Intoxication
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લામાં મહાત્મા ગાંધીના જન્મ દિવસથી શરૂ થયેલા નશાબંધી સપ્તાહનું ગુરુવારના રોજ સમાપન થયું છે. જામનગર જિલ્લામાં નશાબંધી સપ્તાહ દરમિયાન અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં નાટક, લોકડાયરો તેમજ પત્રિકા વિતરણ સહિતના જુદા-જુદા કાર્યક્રમો યોજાયા હતા. તો ગુરુવારના રોજ જામનગર એસટી ડેપો ખાતે ગાયત્રી પરિવારના સભ્યો અને નશાબંધી સભ્યોએ પ્રવાસીઓ, એસટીમાં નોકરી કરતા કંડક્ટર અને ડ્રાઇવરોને વ્યસન મુક્ત કરવા પત્રિકા વિતરણ કરી છે. આ જ પ્રકારે કોરોના મહામારીના કારણે લોકોમાં જાગૃતિ આવે તે માટે માસ્ક વિતરણ કર્યું છે. તો ગાયત્રી પરિવારના સભ્યએ વ્યસન મુક્ત થવા માટે જુદા-જુદા પુસ્તકો પણ લોકોને ભેટમાં આપ્યા છે.