જામનગરમાં પર્યુષણ પર્વ નિમિત્તે ભગવાન મહાવીરના જન્મની ઉજવણી - વિવિધ દેરાસરો
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે આજે સવારે ચાંદીબજાર ખાતે આવેલ દેરાસરમાં ભગવાન મહાવીરના જન્મનું વાંચન અને તેમના માતા ત્રિશલાને આવેલ 14 સ્વપ્નોની ઉછામણીનો કાર્યક્રમ આજે જૈન સમાજની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. પરમકૃપાળુ પરમેશ્વર અને સમગ્ર વિશ્વને શાંતિ અને અહિંસાનો સંદેશ આપનાર ભગવાન મહાવીર સ્વામીના જન્મની ઉજવણી જામનગરના વિવિધ દેરાસરોમાં જૈન સમાજ દ્વારા ખૂબ જ આસ્થા સાથે કરવામાં આવી રહી છે.