ખેડૂતોના પાક વીમાના રેકોર્ડ સાથે ચેડાં મુદ્દે હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવી - અમદાવાદ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ કોરોના મહામારી અને વરસાદને લીધે ખેડૂતોને જે નુકસાન થયું છે અને ઉપરાંત પાક વીમા યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો છે; તેમના રેકોર્ડ સાથે ચેડાં કરી પૂરતું વળતર ચૂકવાતું ન હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવા આવશે. હાઇકોર્ટમાં ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ખેડૂતોના ડેટા સાથે ચેડાં કરી પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી. હાઈકોર્ટ આ મુદ્દે નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી બેસાડે તેવી માંગ કરાઈ છે. પ્રધાન મંત્રી ફસલ બીમાં યોજના હેઠળ પણ યોગ્ય વળતર ચૂકવાય તેવી માંગ કરાઈ છે. આ મામલે આવતીકાલે શુક્રવારે હાઈકોર્ટ નિર્દેશ આપી શકે છે.