લીલીનાઘેર પંથકમાં નારિયેળીમાં સફેદ માખીના રોગથી ખેડૂતો પરેશાન - coconut
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં માધુપુરથી ઉના સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં નારિયેળીનું વાવેતર કરવામા આવે છે. જેથી લીલીનાઘેર તરીકે આ પ્રદેશ ઓણખાય છે, પરંતું કેટલાંક માસથી આ નાળિયેરના ઝાડમાં સફેદ માખીનો રોગ આવવાથી ખેડૂતોના તૈયાર બગીચાઓ નાશ પામી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. હાલ આ રોગના નિયંત્રણ માટે ફોગિંગ મશીન દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ સફેદ ફૂગ અંગે સાસંદ અને ધારાસભ્યો દ્વારા બાગાયત અને કૃષિ મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હાલ આ રોગ નિયંત્રણ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.