દિવાળી પર્વ નિમિત્તે વડોદરાના શહેરીજનો સોના-ચાંદીની દુકાનોમાં સોનું ખરીદવા ઉમટી પડ્યા - The people of Vadodara bought gold and silver at the diwali festival
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ વિશ્વમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે દિવાળીના તહેવાર આવતા ધનતેરસથી લઈને દિવાળી સુધી શહેરીજનો સોનાની ખરીદી કરતા હોય છે. આજે જ્યારે ધનતેરસ છે, ત્યારે શહેરીજનોએ સોના-ચાંદીની દુકાનોમાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા, દિવાળીના પર્વે શહેરીજનો શુકન માટે પણ સોનું ખરીદતા હોય છે. આજના દિવસે સોનું ખરીદવા શહેરીજનો ઉમટી પડ્યા હતા. પહેલા જ્યારે સોનાના ભાવમાં ધરખમ વધારો થયો હતો અને હાલ દિવાળીના પર્વ ચાલી રહ્યો છે, ત્યારે સોનાના ભાવમાં એકાએક ઘટાડો થતા શહેરીજનો સોનું અને ચાંદી ખરીદવા ઉમટી પડ્યા હતા. કોરોનાનું ગ્રહણ એક પ્રકારે સોના-ચાંદીની દુકાન પર લાગ્યું હતું, ગત વર્ષની તુલનામાં આ વર્ષે માત્ર 30 ટકા જેટલો સોના ચાંદીનો વેચાણ થયા હોવાની વાત વેપારીએ કરી હતી.