સુરતઃ કોરોના સામે જંગ લડી રહેલા ડોક્ટરની ટ્રીટમેન્ટ માટે 1 કરોડ સુધીનો ખર્ચ કરવા ડોક્ટર જૂથ તૈયાર થયું - Jung against Corona
🎬 Watch Now: Feature Video
સુરતઃ ડો.સંકેત મહેતા છેલ્લા 42 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા છે, તેઓએ સુરતની BAPS હોસ્પિટલમાં પોતાનું હાઇલેવલ માસ્ક ઉતારી એક દર્દીને વેન્ટિલેટર પણ રાખી તેનો જીવ બચાવ્યો હતો. ડો.સંકેત મહેતા છેલ્લા 25 દિવસથી વેન્ટિલેટર પર છે અને તેમની હાલત અત્યંત નાજુક છે, જેથી તેમને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નઈ લઈ જવાનો નિર્ણય સુરત ડોક્ટર્સ જૂથે કર્યો છે. આ ઉપરાંત તેમની ટ્રીટમેન્ટ માટે 1 કરોડ સુધીનો ખર્ચ કરવા સમગ્ર ડોકટર જૂથ તૈયાર થયું છે. શહેરના ઉદ્યોગપતિઓ પણ આ બહાદુર ડોકટરની મદદે આવી રહ્યા છે.