Surat: ઉમરપાડા જંગલમાં દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલ્યો, ધોધનો લ્હાવો લેવા ઉમટ્યા સહેલાણીઓ - umarpada devghat waterfall
🎬 Watch Now: Feature Video
સુરત: ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વસરતા દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ઉમરપાડાના જંગલમાં વરસી રહેલા સતત વરસાદને કારણે જગલોનું વરસાદી પાણી સીધુ દેવઘાટ ધોધમાં આવે છે, જેથી ધોધમાં ભારે પાણીની આવક થતા ધોધનો આહલાદક નજારો જોવા મળ્યો હતો. ત્યારે લાંબા સમય બાદ પર્યટન સ્થળ પર આટલું માનવ મહેરામણ ઊમટતા ચા-નાસ્તાના દુકાનદારોને પણ ખાસ્સી આવક થઈ હતી.