રાજ્ય સરકારના શાળા શરૂ કરવાના નિર્ણયને જૂનાગઢના વાલીઓએ આવકાર્યો - The decision by the government to start schools
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ રાજ્ય સરકાર દ્વારા આગામી ૨૩ તારીખથી શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયને જૂનાગઢના વાલીઓ આવકારી રહ્યા છે. શાળાઓ શરૂ કરવાની જાહેરાતને લઈ ETV ભારતે જૂનાગઢના વાલીઓ સાથે વાતચીત કરી હતી. વાલીઓનો એક જ મત છે કે, શિક્ષણ હવે શરૂ થવું જોઈએ વિના વિલંબે શરૂ થવું જોઈએ, પરંતુ કેટલીક સાવચેતીઓ અને સાવધાની સાથે શિક્ષણકાર્ય શરૂ થાય તેની જવાબદારી રાજ્યના શિક્ષણ વિભાગ, શાળા સંચાલકોને શિક્ષકોએ પણ વધુ તકેદારી સાથે શિક્ષણ કાર્યને આગળ ધપાવવું જોઈએ.