જામનગરમાં દાદા હરપાલ દેવના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાઈ - પ્રાગટ્ય દિન
🎬 Watch Now: Feature Video
જામનગરઃ રાણા પરિવારના કુળ દેવતા દાદા હરપાલ દેવના 955માં પ્રાગટ્ય દિન નિમિતે રાજ્ય પ્રધાન ધર્મેન્દ્ર સિંહ જાડેજા તેમજ ઝાલા કુળના આગેવાનોના હસ્તે 955 દીવાની મહા આરતી કરવામાં આવી હતી. જામનગર શહેરના રામેશ્વર નગર ખાતે માઁ શક્તિના મંદિર ખાતે દર વર્ષે દાદા હરપાલ દેવના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે. પ્રાગટ્ય દિનની ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહા આરતી અને મહા પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.