ઈસ્લામાબાદ: પાડોશી દેશ પાકિસ્તાનમાં થયેલા લગ્ન ઈન્ટરનેટ ઉપર ટ્રેન્ડિંગ ટૉપિક બની ગયા છે. ખરેખર, અહીં 6 સગા ભાઈઓએ 6 સગી બહેનો સાથે લગ્ન કર્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે., એટલું જ નહીં, આ લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં દહેજનો એક રૂપિયો પણ લેવામાં આવ્યો ન હતો કે કોઈ બિનજરૂરી ખર્ચ પણ કરવામાં આવ્યો ન હતો. જોકે, આ લગ્ન માટે તમામ ભાઈઓએ લાંબો સમય રાહ જોવી પડી હતી, કારણ કે સૌથી નાનો ભાઈ સગીર હતો.
કેટલા મહેમાનોએ ભાગ લીધો: લગ્ન સમારોહમાં માત્ર 100 મહેમાનોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમ અત્યંત સાદગી સાથે યોજાયો હતો. એવું કહેવાય છે કે લગ્નને લઈને વડીલે નક્કી કર્યું કે તમામ 6 ભાઈઓ એક જ દિવસે લગ્ન કરશે. તેમણે કહ્યું કે, લગ્ન માટે લોકો લોન લે છે અથવા તેમની જમીન વગેરે વેચે છે. આ કારણોસર, અમે કોઈપણ લોન વગેરે વગર લગ્નને યાદગાર બનાવવા માંગતા હતા.
6 بھائیوں کی ایک ہی دن 6 بہنوں کے ساتھ شادیاں ۔ انوکھی روایت قائم کر دی#MassMarriage #IjtemaiShadi #MassWedding #Jahez #WeddingCeremony #ViralVideo #Multan pic.twitter.com/cutjkJeRDN
— UrduPoint اردوپوائنٹ (@DailyUrduPoint) December 31, 2024
લગ્નનો ખર્ચ: આ વાતને ધ્યાનમાં રાખીને ભાઈઓએ એક પરિવાર પસંદ કર્યો જ્યાં 6 સગી બહેનો હતી. આ પછી સંબંધ માટે તેમના પરિવારને સંદેશ મોકલવામાં આવ્યો અને તેમની સંમતિ મળ્યા બાદ લગ્ન નક્કી કરવામાં આવ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સાદગીભર્યા લગ્નમાં માત્ર 30 હજાર રૂપિયાનો જ ખર્ચ થયો હતો. જો કે પાકિસ્તાનના કહેવા પ્રમાણે કુલ ખર્ચની રકમ રૂપિયા 1 લાખ હતી. iઇન્ટરનેટ ઉપર લોકો આ લગ્નના ખૂબ વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: