કોરોના ઇફેક્ટ: રાજકોટ પોલીસ વિડીયો કોલ દ્વારા અરજદારને સાંભળશે - કોરોના વાઈરસ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. બીજી તરફ આ વાઈરસથી લોકો વધુમાં વધુ જાગૃત થાય તે માટેના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવા આવ્યા છે. જેને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પણ લોકોને આ પ્રકારના વાતાવરણમાં સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફોરવર્ડ ન કરવાની અપીલ કરી છે. આ સાથે જ જો કોઈ પણ શહેરીજન મુશ્કેલીમાં હોય તો ઓનલાઈન પોલીસ મથકમાં અરજી કરી શકે છે. તેમજ પોલીસ આવા અરજદારને વિડીયો કોલ કરીને તેની મદદ કરશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગઈકાલે એક યુવાનનો કોરોના વાઈરસનો કેસ પોઝિટિવ આવ્યો હતો. આ યુવક તાજેતરમાં જ મક્કા મદીનાના પ્રવાસેથી આવ્યો છે.