અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને બાઈકની અર્થી કાઢી કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન - બાઈકની અર્થી કાઢી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7793463-thumbnail-3x2-ahd.jpg)
અમદાવાદઃ કોરોના મહામારી બાદ દેશના નાગરિકોને ભાવ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે. તેનું એક મુખ્ય કારણ પેટ્રોલિયમ પ્રોડક્ટમાં થયેલો ભાવ વધારો છે. આશ્ચર્યની વાત છે કે, જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલના ભાવ નીચા છે, ત્યારે ભારતમાં પેટ્રોલિયમ પ્રોડકટના ભાવમાં વધારો કરીને સરકાર લોકડાઉનના લીધે થયેલ ટેક્સના નુકસાનને ભરપાઈ કરી રહી છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય માણસનો મરો થઈ રહ્યો છે, ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ પણ શાસક પક્ષને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. પેટ્રોલ-ડીઝલમાં થયેલા ભાવ વધારાને લઇને આજે શનિવારના અમદાવાદના દાણીલીમડા ખાતે કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલ અને દાણીલીમડાના કોર્પોરેટર સહજાદ ખાનની આગેવાનીમાં બાઈકની અર્થી કાઢીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં શશીકાંત પટેલે બાઇકમાં ફક્ત 10 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને વિરોધ કર્યો હતો. પોલીસ દ્વારા મોટાભાગના કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે,એક તરફ કોરોના અને ભાવ વધારાના બમણા મારથી પ્રજા ત્રસ્ત છે. ત્યારે બીજી તરફ શાસક અને વિરોધ પક્ષ બંને રાજકારણમાં વ્યસ્ત છે.