વડોદરામાં કૃષિ બિલનો વિરોધ, બિલ નામમંજૂર કરવાની માગ સાથે કલેક્ટરને આપ્યું આવેદન - કૃષિ બિલ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ સંસદના ચાલુ સત્રમાં લોકસભા તથા રાજ્યસભા દ્વારા મહત્વપૂર્ણ કૃષિ બિલને પાસ કરવામાં આવ્યું છે. જો કે, આ બિલનો કેટલાક અસંતુષ્ટ ખેડૂતો સહિત વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે પણ બિલ તો પાસ થઈ જ ગયું. કોંગ્રેસે આ બિલને ખેડૂત વિરોધી ગણાવ્યું છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અસફાક મલેકની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કૃષિ કાયદાનો વિરોધ કરી પોસ્ટરોની હોળી કરીને બિલ નામંજૂર કરવા માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.