કોંગ્રેસ દ્વારા સુરતમાં વર્ચ્યુલ બેઠકનું આયોજન કરી કૃષિ બિલનો વિરોધ કરવા જણાવ્યું - oppose the Agriculture Bill
🎬 Watch Now: Feature Video
સુરત: કેન્દ્ર સરકારના કૃષિ બીલને કોંગ્રેસ દ્વારા કાળો કાયદો ગણાવ્યો છે. જેના વિરોધમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા શુક્રવારના રોજ વર્ચ્યુઅલ જનાક્રોશ રેલીનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. સુરત ખાતે પણ કુલ 30 જેટલા વોર્ડમાં શહેર કોંગ્રેસે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું હતું. સુરત કોંગ્રેસ કાર્યાલય ખાતે કરાયેલ વર્ચ્યુઅલ બેઠકની અંદર શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સહિત કોંગી કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ચ્યુઅલ બેઠકનો મૂળ હેતુ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ હતો.