માણાવદરના રસાલા ડેમમાં બાળકો જોખમી રીતે નહાતા નજરે પડ્યા - ETV Bharat News
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળા ઓવરફ્લો થયા છે, ત્યારે નદી નાળામાં જોખમી રીતે લોકો નહાવાની મજા માણી રહ્યા છે. જિલ્લામાં માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થતાં આ ડેમમાં બાળકો જોખમી રીતે નહાવાની મજા માણતા નજરે પડ્યા હતા. આ બાળકો જોખમી રીતે ડેમ ઉપરથી છલાંગ લગાવીને નહાવાની મજા માણી રહ્યા છે. ખરેખર આ એક જોખમ છે, આ બાબતે તંત્રએ જાગૃત થવું જોઇએ અને અહી નહાવાની મનાઇ હોવી જોઇએ, પરંતુ તંત્ર કયારે જાગશે કે પછી કોઇ જાનહાની થયા બાદજ તંત્ર જાગશે કે કેમ તેવા અનેક સવાલો ઉભા થયા છે.