રાજકોટ: કોરોનાના દર્દીને માર મારવાનો મામલો, મરાઠી સમાજે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - District Collector
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરમાં કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલ તંત્ર અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા માર મારવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયું હતું. જેને લઈને શુક્રવારે મરાઠા સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને મૃતકના મૃત્યુ અંગે યોગ્ય તપાસની માગ કરવામાં આવી હતી.