અંકલેશ્વરમાં કારમાં ટ્રક ઘુસી, કારનું કચ્ચરઘાણ - Accident news of Ankleshwar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4841496-thumbnail-3x2-aaaaa.jpg)
અંકલેશ્વરઃ અંકલેશ્વરના પાનોલીમાં પાર્ક કરેલી કારમાં પુર ઝડપે જતી ટ્રક ઘુસી જતા કારનું કચ્ચરઘાણ વળી ગયું હતુ. જોકે, કારમાં કોઈ સવાર ન હોવાથી સદ્નસીબે જાનહાની થઇ ન હતી. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારના સમયે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાનોલી જીઆઈડીસી પોલીસ ચોકી નજીક પાર્ક કરેલી એક કારમાં પુરઝડપે જતી ટ્રક ઘુસી ગઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રક ધડાકાભેર કાર સાથે ભટકાતા દોડધામ મચી ગઈ હતી.કારમાં કોઈ સવાર ન હોવાના કારણે જાનહાની થઇ ન હતી. આ બનાવ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવી રહી છે.