ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બાબરી ધ્વંસ અંગેના ચુકાદાને સત્યનો વિજય ગણાવ્યો - Ahmedabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજરોજ CBIની વિશેષ અદાલત દ્વારા અયોધ્યા ખાતેની વિવાદીત બાબરી ઈમારત તોડી પાડવાના કેસમાં સંતો, મહંતો, ધર્મ અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સહિતના આગેવાનો, નાગરિકોને નિર્દોષ જાહેર કરતા ચુકાદાને આવકાર્યો હતો. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પોતાના રાજકીય લાભ માટે કોંગ્રેસે કરેલું કૃત્ય આજે આ ચુકાદાથી જનતા સમક્ષ ખુલ્લું પડ્યું છે. વોટબેંકની રાજનીતિની કરવા રાજકીય બદ ઈરાદાથી કોંગ્રેસે ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ડો.મુરલી મનોહર જોષીજી સહિત સંતો, મહંતો ઉપર ખોટા આરોપો મૂકી તેમના નામ આ કેસમાં દાખલ કર્યા હતા. આજના આ ઐતિહાસિક ચુકાદાથી દેશના કરોડો રાષ્ટ્રવાદી નાગરિકોમાં ખુશીનો માહોલ છે. અંતે સત્યનો વિજય થયો છે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાત સરકારની ખાનગી શાળાઓ માટેની 25 ટકા ફી માફીની જાહેરાતને પણ આવકારી હતી.