Bhavnagar Gram Panchayat Election 2021: 244 ગામમાં ચૂંટણી, સરપંચની 239 બેઠકો માટે 632 ઉમેદવારો મેદાનમાં - ભાવનગર ગ્રામ પંચાયત ચૂંટણી લેટેસ્ટ ન્યૂઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 19, 2021, 10:04 AM IST

ભાવનગર જિલ્લામાં આજે 244 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Bhavnagar Gram Panchayat Election 2021) માટે મતદાન થઈ રહ્યું છે. અહીં દરેક મતદાન મથકો પર વહેલી સવારે કડકડતી ઠંડીની વચ્ચે મતદારો મતદાન (Long line of voters at polling stations in Bhavnagar) કરવા આવી રહ્યા છે. તો હાથબ ગામમાં પણ લોકો મતદાન (Important election in Hathab village) કરવા પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કુલ 436 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Bhavnagar Gram Panchayat Election 2021) જાહેર થઈ હતી, પરંતુ તેમાંથી 244 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ રહી છે. આમાં સરપંચની 239 બેઠકો પર 632 ઉમેદવારો મેદાનમાં છે. તો મતદારોને કોઈ તકલીફ ન પડે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.