ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે પાનોલી GIDCમાંથી પિસ્તોલ અને કારતૂસ સાથે બે આરોપીની ધરપકડ કરી - arrested two accused under armed act
🎬 Watch Now: Feature Video
ભરૂચ: ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરની પાનોલી GIDCમાંથી બે પિસ્તોલ અને કારતૂસ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પાનોલી GIDCમાં કેટલાક ઇસમો ગેરકાયદેસર હથિયાર વેંચી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે 2 આરોપીની અટકાયત કરતા તેઓ પાસેથી દેશી બનાવટની બે પિસ્તોલ અને બે કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તેઓ પાસેથી હથિયાર કબ્જે લઇ પૂછપરછ કરતા તેઓ ઉત્તરપ્રદેશથી હથિયાર લાવી અંકલેશ્વરમાં વેંચી દેવાની ફિરાકમાં હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.