બરોડા ક્રિકેટ એસોસિયેશનની 79મી agmમાં જૂના હિસાબો મંજૂર કરવા તથા નવા ઓડિટર નિમવાનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો - Baroda cricket association
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8148091-582-8148091-1595529929850.jpg)
વડોદરાઃ Bca બરોડા ક્રિકેટ એસોસિયેશનની ગુરુવારે ઓનલાઇન agm સભા મળી હતી. જરૂરી ગાઈડલાઈન સાથે મળેલી આ ઓનલાઇન સભામાં 165 જેટલા સભ્યો જોડાયા હતા. જ્યારે 2250 સભ્યો પૈકી 780 જેટલા સભ્યોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સભામાં બીસીએના પ્રમુખ પ્રણવ અમીને ઓનલાઇન વક્તવ્ય આપીને જૂના હિસાબો કરવા તથા નવા ઓડીટની નિમણૂક કરવાનો એજન્ડા રજૂ કરી સભા મોકૂફ કરી હતી અને સભ્યોના અભિપ્રાય બાદ શુક્રવારે ફરીથી એજીએમ મળશે. જેમાં સભ્યોના અભિપ્રાય સાથે પોસ્ટલ બેલેટ સાથે પરિણામની જાહેરાત કરવામાં આવશે. આ અંગે બીસીએના પ્રેસ કાઉન્સિલ સત્યજીત ગાયકવાડે મીડિયાને વધુ માહિતી આપી હતી.