ભાજપ કમલમ કાર્યલય ખાતે કાર્યકરોએ ગરબાના તાલે ઝૂમ્યા - bjp kamlam office
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ગત 28 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેની મંગળવારે મતગણતરીની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મોટા ભાગની બેઠકો પર જીત મેળવી હતી. જેના ભાગરુપે ભાજપના કાર્યકર્તાઓએ ભાજપ કમલમ કાર્યાલય ખાતે ઉજવણી કરી હતી. કાર્યકર્તાઓએ ગરબા રમીને જીતની ઉજવણી કરી હતી.