AMC વિપક્ષ નેતા દિનેશ શર્માએ બ્રિજનું નામ વીરપુરૂષોના નામે રાખવાની દરખાસ્ત કરી - AMC
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ તાજેતરમાં વાસણા અને પાલડીને જોડતો ફ્લાયઓવર બ્રિજ અને તે પહેલા પણ એક બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બ્રિજના કોઈ નામ આપવામાં આવ્યા નથી. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, હું મેયરને દરખાસ્ત કરવામાં માગુ છું કે, પાલડીનો ફ્લાયઓવર બ્રિજનું નામ છત્રપતિ શિવાજી અને ઈન્કમટેક્ષ બ્રિજનું નામ વીર શ્રી ચંદ્રશેખર આઝાદના નામ પરથી આપવામાં આવે. આમ, દિનેશ શર્માએ વીરપુરૂષોના નામ પરથી બંને બ્રિજના નામ આપવાની વાત કરી હતી.