વડોદરાના ફૂલ બજારને લાગ્યું કોરોનાનું ગ્રહણ, તહેવારોમાં પણ મંદીનો માહોલ - corona impact on flower market of vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. પરંતુ ચાલુ વર્ષે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને લઈને વડોદરાના ફૂલ બજારમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. કોરોનાના કારણે મંદિરોમાં પણ ભક્તોની પાંખી હાજરી જોવા મળી રહી છે. જેના કારણે વેપારીઓને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આશરે 75 ટકા જેટલું નુકસાન વેઠવું પડી રહ્યું છે.