ખેડા નજીક કારમાં આગ લાગી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં - ઈટીવી ભારત વીડિયો
🎬 Watch Now: Feature Video

ખેડાઃ ખેડા શહેરની ચોકડી પર એક કારમાં અચાનક આગ લાગી હતી. કારમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા અને સમગ્ર કારમાં આગ પ્રસરી હતી. જેને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કારમાં સવાર લોકોએ સમય સુચકતા વાપરી તાત્કાલિક કારની નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. આગ લાગવાની ઘટના અંગે ખેડા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.