રાજકોટમાં 60 ફૂટના રાવણનું દહન કરવામાં આવશે - 60 feet ravan in rajkot for dasera
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ દશેરાના ભાગ રૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 60 ફૂટના રાવણનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાવણને બનાવવા માટે ઉત્તરપ્રદેશથી ખાસ કારીગરો બોલાવવામાં આવ્યા હતા. શહેરની રાધે શ્યામ ગૌશાળા ખાતે રાવણને બનાવવાનું કામ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મેઘનાથ અને કુંભકર્ણને 30-30 ફૂટના બનાવવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનાથી આ રાવણ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.