ETV Bharat / health

સ્તન કેન્સરની ચપેટમાં કેમ આવી રહી છે યુવતીઓ, ડૉક્ટરનું શું કહેવું છે જાણો ? - BREAST CANCER

ખરેખર સમય પહેલાં માસિક આવવાના કારણે નાની વયની મહિલાઓમાં સ્તન કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ રહી છે ? ડૉક્ટર પાસેથી જાણો સાચું શું છે...

સ્તન કેન્સર
સ્તન કેન્સર (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2024, 3:56 PM IST

હૈદરાબાદ: સ્તન કેન્સર એ સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓમાં થતું સૌથી કોમન કેન્સર છે, જેની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો તે ખૂબ જ ગંભીર અને જીવલેણ પણ બની શકે છે. નિષ્ણાતોના મતે, જે છોકરીઓનું માસિક ચક્ર સમય પહેલા શરૂ થઈ ગયું હોય તે સ્તન કેન્સરનો આસાન શિકાર માનવામાં આવે છે. જો સમયસર તેની ઓળખ થઈ જાય તો તેની સારવાર હોમિયોપેથી અને એલોપેથી બંનેમાં શક્ય છે.

નાની ઉંમરે કેમ થાય છે સ્તન કેન્સર?

કેટલાક દાયકાઓ પહેલા સ્તન કેન્સરના કેસ ફક્ત 50 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં જ જોવા મળતા હતા. પરંતુ હવે 30 થી 40 વર્ષની મહિલાઓ આ કેન્સરનો શિકાર બની રહી છે. ICMR અનુસાર, વર્ષ 2020માં ભારતમાં કેન્સરના 13.9 લાખ કેસ નોંધાયા હતા. પરંતુ, 2025 સુધીમાં તે 15 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે. સ્ત્રીઓમાં કેન્સરના તમામ કેસોમાં સ્તન કેન્સર મુખ્ય કારણ છે. છેલ્લા એક દાયકામાં આ કેન્સરના કેસમાં 22 ટકાનો વધારો થયો છે, પરંતુ બ્રેસ્ટ કેન્સર નાની ઉંમરે જ કેમ થાય છે? અહીં નિષ્ણાતો પાસેથી તેના વિશે જાણીશું...

સ્તન કેન્સરના વિવિધ કારણો
સ્તન કેન્સરના વિવિધ કારણો (Etv Bharat)

સમય પહેલાં માસિક અને હોર્મોનલ ફેરફારો

ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં, ગુરુગ્રામ સ્થિત ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિદેશક મેડિકલ ઑન્કરોજી ડૉ. નીતેશ રોહતગીએ જણાવ્યું હતું કે, નાની વયની મહિલાઓમાં સ્તન કેન્સરના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, મહિલાઓમાં ઘણા કારણોથી નાની ઉંમરમાં સ્તન કેન્સર થવાનું જોખમ હોય છે. હોર્મોન સ્તરમાં ઘટાડો એ સ્તન કેન્સરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સના સ્તરમાં ઘટાડો થવાને કારણે થાય છે. આ સિવાય માસિક ચક્રની અકાળે શરૂઆત પણ આ રોગનું કારણ છે.

ફેમિલીમાં કોઈને હોય તો...

ડો.રોહતગીએ જણાવ્યું હતું કે યુવતીઓમાં સ્તન કેન્સર થવાના અન્ય ઘણા કારણો પણ છે, જેમાં ફેમિલી હિસ્ટ્રી પણ સામેલ છે. એવું કહેવાય છે કે જો પરિવારમાં કોઈની માતાને આ કેન્સર હોય તો તે એક પેઢીથી બીજી પેઢીમાં તેનો પ્રસરે છે. મોટાભાગના કિસ્સાઓમાં, સ્તન કેન્સરનું ચોક્કસ કેન્દ્ર જાણીતું નથી. જોકે, સંશોધકોએ ઘણી એવી વસ્તુઓ શોધી કાઢી છે, જે સ્તન કેન્સરનું જોખમ વધારે છે. આમાં પર્યાવરણમાં હાજર વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.

નાની ઉંમરે મહિલાઓમાં વધતા સ્તન કેન્સરના કેસ
નાની ઉંમરે મહિલાઓમાં વધતા સ્તન કેન્સરના કેસ (IANS)

ખરાબ જીવનશૈલી

ડો. રોહતગીએ કહ્યું કે આ રોગ અસ્વસ્થ જીવનશૈલીને કારણે પણ થાય છે. જે ભવિષ્યમાં કેન્સરનું કારણ બને છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, લોકો અચુક વ્યાયામ, મેદસ્વીતા, જંક ફૂડ અને મન, શરીર અન પોષણ સાથે સંબંધીત જરૂરી અને બેઝીક બાબતોને અવગણી દેતા હોય છે, જો ભવિષ્યમાં કેન્સરનું કારણ બને છે.

દારૂનું વ્યસન મુખ્ય કારણ

ડો.રોહતગીએ જણાવ્યું હતું કે, સમય પહેલા માસિક ધર્મ પણ આ રોગનું જોખમ વધારે છે. આ ઉપરાંત સ્થૂળતા, કસરતનો અભાવ, વધુ પડતા આલ્કોહોલનું સેવન અને ધૂમ્રપાન જેવા જીવનશૈલીના પરિબળો પણ મહિલાઓમાં આ કેન્સરનું જોખમ વધારે છે. તાજેતરના વર્ષોમાં, યુવતીઓમાં દારૂ પીવાનું ચલણ વધ્યું છે. સ્તન કેન્સર માટે આ મુખ્ય જોખમ પરિબળ છે. ડૉક્ટર રોહતગીનું કહેવું છે કે 20-25 વર્ષની વયની મહિલાઓમાં સ્તન કેન્સર થવાનું કારણ જીવનશૈલીને બદલે આનુવંશિક પણ હોઈ શકે છે.

સ્તન કેન્સરની સારવાર કેવી રીતે કરવામાં આવે છે ?
સ્તન કેન્સરની સારવાર કેવી રીતે કરવામાં આવે છે ? (Etv Bharat File Photo)

સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણો શું છે?

સ્તન પર ગાંઠ અથવા ચામડીનું જાડું થવું, અથવા સ્તનની આસપાસ કંઈક અલગ અનુભવવું.

સ્તનની નિપ્પલના કદમાં ફેરફાર થાય છે અને તે ચપટો દેખાય છે અથવા સ્તનની નિપ્પલ અંદરની તરફ વળે છે.

સ્તનની ચામડીના રંગમાં ફેરફાર. સફેદ ત્વચા ધરાવતા લોકોમાં, સ્તનની ચામડી ગુલાબી અથવા લાલ દેખાઈ શકે છે. કથ્થઈ અને કાળી ત્વચા ધરાવતા લોકોમાં, સ્તનની ચામડી છાતી પરની અન્ય ત્વચા કરતાં ઘાટી દેખાઈ શકે છે અથવા તે લાલ અથવા જાંબલી દેખાઈ શકે છે.

સ્તનના કદ, આકાર અથવા દેખાવમાં ફેરફાર.

સ્તનોની ઉપરની ત્વચામાં ફેરફાર, જેમ કે ડિમ્પલિંગ અથવા નારંગીની છાલનો દેખાવ.

સ્તનની ચામડી છોલાવી અને પોપડી બનવી.

સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

રેડિયોથેરાપી

કીમોથેરાપી

સર્જરી ઓપરેશન

ઇમ્યુનોથેરાપી

સ્તન કેન્સરથી કેવી રીતે બચી શકાય ?
સ્તન કેન્સરથી કેવી રીતે બચી શકાય ? (Etv Bharat)

સ્તન કેન્સરથી કેવી રીતે બચવું?

તમારા આહાર પર ધ્યાન આપો

દરરોજ કસરત કરો

દારૂનું સેવન ન કરવું

30 વર્ષની ઉંમર પછી કેન્સરની તપાસ કરાવો

(ડિસ્ક્લેમર: આ અહેવાલમાં આપને આપવામાં આવેલી તમામ આરોગ્ય સંબંધિત માહિતી અને સલાહ ફક્ત આપની સામાન્ય માહિતી માટે છે. અમે આ માહિતી વૈજ્ઞાનિક સંશોધન, અભ્યાસ, તબીબી અને આરોગ્ય વ્યવસાયિક સલાહના આધારે પ્રદાન કરીએ છીએ. તમારે તેના વિશે વિગતવાર જાણવું જોઈએ અને આ પદ્ધતિ અથવા પ્રક્રિયા અપનાવતા પહેલા તમારા અંગત ચિકિત્સકની સલાહ લેવી જોઈએ.)

  1. ડાયાબિટીસ થાય તો સૌથી પહેલા શું કરવું જોઈએ, જાણો નિષ્ણાતનો અભિપ્રાય
  2. વજન ઘટાડવા માટે દરરોજ કેટલી સીડીઓ ચઢવી જોઈએ? જાણો તે કેટલી કેલરી બર્ન કરે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.