31st પહેલા રાજકોટમાં રૂ. 3 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો - રાજકોટ પોલીસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 30, 2020, 7:58 PM IST

રાજકોટઃ ગાંધીના ગુજરાતમાં 31'st પહેલા પોલીસ એક્શન મોડમાં આવી છે. ત્યારે મદિરાના રસિયાઓ માટે માઠા સમાચાર છે. રાજકોટ પોલીસે અંદાજિત રૂપિયા 3 કરોડથી વધુનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે. પોલીસ દ્વારા રાજકોટના સોખડા ગામની ભાગોળે દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવ્યું હતું. ત્યારે સોખડા ગામની સીમમાં દારૂની નદીઓ વહેતી થઇ હતી. છેલ્લા 6 મહિનામાં રૂપિયા 3 કરોડથી વધુનો દારૂ રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો છે. શહેરના અલગ-અલગ પોલીસ મથક દ્વારા ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાને પોલીસે કબ્જે કર્યો હતો. બાદમાં તમામ ખાતાકીય કાર્યવાહી કર્યા બાદ તેનો નાશ કર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.