રાજકોટ: સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવીને તોડ કરતા 2 ઈસમોની ધરપકડ - corona
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેરમાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે. હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બે ઇસમોને છટકું ગોઠવી ધરપકડ કરવામાં આવી છે. આ ઈસમોએ સગીર વયની એક યુવતીનું ઇન્સ્ટાગ્રામમાં કેફ આઈડી બનાવ્યું હતું અને આ આઈડી પર યુવતીના બિભત્સ ફોટો અપલોડ ન કરવા માટે તેની પાસે રોકડ રૂપિયાની માગ કરી હતી. જે અંગેની જાણ રાજકોટ સાયબર સેલમાં થતા પોલીસ દ્વારા સમગ્ર મામલે છટકું ગોઠવામાં આવ્યું હતું. તેમજ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આ કામનો આરોપી રૂપિયા લેવા માટે આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. આ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યશ ભુપેન્દ્રભાઈ બાંભણીયા અને મિહિર રમેશભાઈ કાસુંન્દ્રા નામના આરોપીઓ સામાન્ય રીતે રાજકોટમાં અભ્યાસ કરતી યુવતીઓ અને શાળા કૉલેજે જતી યુવતીઓની માહિતી મેળવીને તેમને વિશ્વાસમાં લઈને તેમના કેફ આઇડી બનાવતા હતા અને તેમાં બિભત્સ ફોટો અપલોડ કરવાની ધમકી આપીને આવી યુવતીઓ પાસેથી રોકડ રૂપિયા પડાવતા હતા. હજુ પણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.