બજેટ 2020: જુઓ ETV ભારતની વિશેષ રજૂઆત
🎬 Watch Now: Feature Video
ન્યુઝ ડેસ્ક: નાણાકીય વર્ષ 2020-21 માટે આગામી પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમન બજેટ રજૂ કરશે. આ બજેટમાં લોકોને ઘણી આશાઓ અને અપેક્ષાઓ છે. આ વર્ષે ભારતનું અર્થતંત્ર મંદીમાં ચાલી રહ્યું છે, આ સંજોગોમાં અર્થશાસ્ત્રી અને નિષ્ણાંતોને આશા છે કે આ વખતના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમન મંદીને દૂર કરવા નક્કર પગલા લેશે. સાથે સાથે કરવેરામાં પણ છૂટછાટ આવશે. પરંતુ હકીકત એ છે કે નાણાપ્રધાન હાલ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. તેમના માટે બજેટ એ અગ્નિપરીક્ષા જેવું રહેશે. તો જાણો કેવું હોઇ શકે આ બજેટ અને ગુજરાતની જનતાને શું છે આ બજેટથી આશા-અપેક્ષા, તેમજ બજેટમાં વપરાતા કેટલાક મુશ્કેલ શબ્દોને જાણવા જુઓ આ ખાસ અહેવાલ...
Last Updated : Jan 31, 2020, 11:47 PM IST