દિવાળીના તહેવાર દરમિયાન ભુજમાં થયેલી રૂપિયા 8 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
🎬 Watch Now: Feature Video
કચ્છ: ભુજના વાણિયાવડ પાસે પાન બીડીની દુકાન ધરાવતા વેપારીના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ત્રણ અજાણ્યા બાઇક સવારોએ તેમની પાસે આવી રૂપિયા આઠ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી. જો કે આરોપી પોલીસ પકડથી દૂર હતા. ભાનુશાલીનગર વિસ્તારમાંથી દિવાળીના તહેવાર દરમિયાન થયેલી આ લૂંટનો ભેદ એક મહિના બાદ ઉકેલાઈ ગયો છે. એક મહિના બાદ બી ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લીધા છે. આ લૂંટને અંજામ આપનાર યુવાનો ભુજના જ હતા અને વેપારીની રેકી કરી બાઇક પર આવી લૂંટ કરી તેઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે અન્ય ગુનાઓમાં તેઓ સામેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી છેે.