રાજ્ય સરકારના ગરબાના નિર્ણય અંગે ગુજરાત ફિલ્મ ફેટરનેટીના અભિલાષ ઘોડાની પ્રતિક્રિયા - Abhilash Ghoda
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ગુજરાતના ગરબાએ દેશ-વિદેશમાં ગુજરાતની આગવી ઓળખ ઉભી કરી છે. જ્યારે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને રાજ્યમાં ગરબા યોજવા કે નહીં તે એક મોટો પ્રશ્ન ઉભો થયો હતો. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા આજે નવરાત્રિમાં ગરબા યોજવા અંગેનો નિર્ણય જાહેર કરવામા આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે ગુજરાત ફિલ્મ ફેટરનેટીના જનરલ સેક્રેટરી અભિલાષ ઘોડાએ પોતાની પ્રતિક્રિયા ઈટીવી ભારતને જણાવી હતી.