રાજકોટ: BRTS બસ દ્વારા અકસ્માત ન સર્જાય માટે મનપાનો મહત્વનો નિર્ણય - BRTS બસ દ્વારા અકસ્માત
🎬 Watch Now: Feature Video
રાજકોટ: અમદાવાદ અને સુરતમાં તાજેતરમાં BRTS બસ દ્વારા અકસ્માતની બનેલી ઘટનાઓના લીધે રાજ્યભરમાં હાહાકાર મચ્યો છે. BRTS બસના અકસ્માતના કારણે બંને શહેરોના મળી છેલ્લા 48 કલાકમાં કુલ 5 લોકોના મોત થયા છે. આગામી સમયમાં રાજકોટમાં આ પ્રકારની ઘટનાઓ ન સર્જાય તે માટે મનપા તંત્ર હવે એલર્ટ થયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં BRTS બસ અથવા મનપા સંચાલિત સીટી બસ સાથે આ પ્રકારની ઘટના ન સર્જાય તે માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મનપા દ્વારા BRTS સિટી બસના ડ્રાઈવરોને રૂટ પર બસ કેવી રીતે ચલાવવી તેની તાલીમ આપવામાં આવશે. આ સાથે જ આડેધડ બસ ચલાવતા ડ્રાઈવરો સામેની કાર્યવાહી સહિતના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.