મહેસાણાઃ ભારત બંધમાં APMCમાં કામ કરતા મજૂરો બેકાર બન્યા છતાં ખેડૂતોના હિત માટે લાગણી વ્યક્ત કરી - ભારત બંધ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9814389-thumbnail-3x2-mehsanaaa.jpg)
મહેસાણાઃ જિલ્લામાં કિસાન આંદોલનને પગલે ભારત બંધના એલાનમાં ભારે હલચલ જોવા મળી હતી. જેમાં વિસનગર APMC માર્કેટ યાર્ડમાં વેપારી એસોસિએશને લેટરપેડ પર લખાણ લખી બંધને સમર્થન આપ્યું હતું. જે બાદ વેપારી આલમમાં અસમંજસ જોવા મળી હતી. ત્યારે વેપારીઓ દ્વારા વધુ એકવાર બેઠક બોલાવી ચર્ચા વિચારણા કરતા અંતે બંધને સમર્થન આપવાનો નિર્ણય પાછો ખેંચી લઈ વેપારીઓએ પોતાની દુકાનો પેઢીઓ ચાલુ રાખી હતી. જોકે બંધ એલાનને પગલે ખેડૂતો પોતાનો માલ લઈને ન આવતા ચાલુ માર્કેટયાર્ડ હોવા છતાં માલની ઓછી આવક નોંધાઇ હતી. મહત્વનું છે કે આ પરિસ્થિતિ વચ્ચે APMC માં કામ કરતા 300 થી 400 જેટલા મજૂરોની હાલત કફોડી બની હતી. તેમ છતાં મજુરોએ ખેડૂતો માટે સમર્થનની લાગણી વ્યકત કરી હતી.