પોરબંદરમાં પક્ષી અભિયારણ્ય નજીક આવેલા ગેરેજમાં ટ્રકમાં લાગી આગ - ટ્રક ફાયર
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ પોરબંદરમાં ગત મોડીરાત્રે પક્ષી અભ્યારણ પાસે આવેલા એક ગેરેજમાં રાખેલ ટ્રકમાં એકાએક આગ લાગી હતી. આ આગના બનાવની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. ફાયર ટિમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે સદ્નસીબે કોઇ જાનહાની થઈ નથી તેમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું છે.