રાજસ્થાન: સીકરમાં યુવક જીવતો સળગી ગયો, યુવકના મોત પર અનેક તર્ક-વિતર્ક - એફએસએલની ટીમ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 19, 2020, 1:56 PM IST

રાજસ્થાન: સીકર જિલ્લાના દાદિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પલાસિયા સ્ટેન્ડ પાસે શુક્રવારે રાત્રે 1 વાગ્યે એક સ્કૂટીચાલક જીવતો સળગી ગયો હતો. આ ઘટનાની જાણ ગામ લોકોએ દાદિયા પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં આગ બુઝાવી પોલીસે યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જ યુવકનું મોત થયું હતું. આ અંગે પોલીસનું કહેવું છે કે, હાલ યુવકની ઓળખાણ થઇ શકી નથી. તેમજ યુવકને સળગાવવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની તપાસ માટે પોલીસે એફએસએલની ટીમને બોલાવી છે. જોકે, આ કેસમાં યુવકની હત્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.