ભારત સાથેના સંબંધોને લઇને કેમ આક્રમક છે ચીન, જાણો જયદેવ રાનાડે પાસેથી
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ ચીન ભારત પ્રત્યે વાસ્તવિક નિયંત્રણ રેખા પર આક્રમક વલણ બતાવી રહ્યું છે. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ ભારત સરકારના ચીન મામલાના જાણકાર જયદેવ રાનાડે સાથે ભારત-ચીનના સંબંધોમાં તણાવ અંગે ખાસ વાતચીત કરી હતી. જયદેવ રાનડેએ કહ્યું કે એલએસી પર તૈનાત પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો દ્વારા બનાવેલા સ્ટેન્ડઓફ શીર્ષ નેતૃત્વના સંમત થયા બાદનું છે. વધુમાં કહ્યું કે આ નિર્ણયમાં ચીની આર્મીની વેસ્ટર્ન થિયેટરની કમાન્ડનો પણ સમાવેશ છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના વાઇરસ ફાટી નીકળવાની ચર્ચાને પગલે તેમના અધિકાર ફરીથી સ્થાપિત કરવા મડાગાંઠની રણનીતી અપનાવી છે. આ તેમનું ધ્યાન હટાવવાની વ્યૂહરચના છે.