ETV Bharat / state

અમદાવાદની સૌથી મોટી ફીરકીઃ 100 કિલો છે વજન, જુઓ ઉત્તરાયણ 2025 સુધીની રોમાંચક સફર - AHMEDABAD BIGGEST FIRKI

ફીરકીમાં છૂપાયું છે દરેક ધર્મને અપાયેલું માન, આઝાદી પછી પણ આ જ વારસાગત વિરાસતને સાચવી...

વજનદાર ફીરકી
વજનદાર ફીરકી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 31, 2024, 7:19 PM IST

અમદાવાદઃ ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને બજારમાં પણ પતંગ ખરીદવા માટે ભીડ જામી રહી છે. સાથે જ ન્યુ ઇયર 2025 ની શરૂઆત થઈ રહી છે, એટલે અમદાવાદના કાલુપુરમાં એક વેપારીએ વિશાળકાય અને અદભુત ફીરકી બનાવી છે. વર્ષ 2025 નું સ્વાગત કરવા સાથે ઉત્તરાયણમાં 100 કિલો વજનની ફીરકી તૈયાર કરી છે. આ વેપારીનું નામ સલીમભાઈ છે. જે 25 વર્ષથી પતંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. એમની પાસે જુદી જુદી પ્રકારની અને એન્ટીક ફીરકીઓ છે. તો આવો ફીરકીઓની એક અદ્ભુત સફર પર, અને જાણીએ કે આ વેપારી કેમ આ પ્રકારની ફીરકી બનાવે છે.

અમદાવાદની સૌથી મોટી ફીરકી (Etv Bharat Gujarat)

અમદાવાદમાં રહેતા સલીમભાઈએ સાત ફૂટની લાકડાની અને સ્ટીલની એક ફીરકી બનાવી છે. જેનું વજન 15 કિલો ગ્રામ છે. જે ગ્રાહકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે. આની સાથે જ તેમની પાસે આઝાદીના સમયની દરેક ધર્મના પ્રતિક દર્શાવતી એક પિત્તળની ફીરકી પણ છે. આવી અવનવી ફીરકી બનાવનાર સલીમભાઈએ Etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઉત્તરાયણનો તહેવાર દરેક ધર્મના લોકો ઉજવે છે. જેથી હું દર વર્ષે અવનવી ફીરકી બનાવવાનું પ્રયત્ન કરું છું. હું વર્ષોથી આ વ્યવસાયમાં સંકળાયેલો છું. મારી પાસે સાત ફૂટની બે ફીરકી છે. જેમાં એક લાકડાની ફીરકી છે. જે અંદાજિત 11 કિલો વજનની છે. જ્યારે બીજી સ્ટીલની ફીરકી છે, જેનું વજન 15 કિલો જેવું છે. તેને મેં જાતે જ બનાવી છે. લાકડાની સાત ફૂટની ફીરકી બનાવવામાં મને છ મહિના જેટલો સમય લાગ્યો હતો. કેમકે લાકડામાંથી બનાવતા વાર લાગે છે અને કેટલાક સમય ફીરકી બનાવતા સમયે લાકડામાં કોતરણી કરતી વખતે લાકડું ફાટી પણ જાય છે. એટલે અમુક સમયે ફીરકી બે મહિનામાં પણ તૈયાર થઈ જાય છે, તો ક્યારેક અમુક ફીરકી બનાવવામાં છ મહિના જેટલો સમય પણ લાગી જાય છે. હાલમાં તેની અંદર મેં લાઈટ ગોઠવી છે. આવી ફીરકી મારી પાસે ચાર છે જે મેં મારા હાથથી બનાવી છે.

ઉત્તરાયણમાં ફીરકી ખરીદતા ગ્રાહકો
ઉત્તરાયણમાં ફીરકી ખરીદતા ગ્રાહકો (Etv Bharat Gujarat)

દાદાની ભેટમાં છૂપાયેલી સર્વ ધર્મ સદ્ભાવના

તેમણે વધુ જણાવ્યું કે મારી પાસે પિત્તળની એક દરેક ધર્મના પ્રતીક દર્શાવતી ફીરકી છે. જે મને મારા દાદાએ ભેટ સ્વરૂપે આપી હતી. હાલમાં ફીરકી સાચવીને મેં રાખી છે. આ ફીરકીમાં દરેક ધર્મના પ્રતીક જોવા મળે છે. જેમાં હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી ધર્મના પ્રતિક જોવા મળી આવે છે. હું માનું છું કે, આ ફીરકી કદાચ આઝાદી બાદની પ્રથમ ઉતરાયણની ફીરકી હોઈ શકે છે.

અમદાવાદમાં ફીરકીના ધંધાદારી
અમદાવાદમાં ફીરકીના ધંધાદારી (Etv Bharat Gujarat)

100 કિલોની ફીરકી

તેમણે વધુ જણાવ્યું કે, મારી પાસે 100 કિલો વજનની એક વિશાળકાય ફીરકી છે. જે બે વર્ષ પહેલા મેં બનાવી હતી. આ ફીરકી ઉપર હાલમાં મેં લાઈટ ગોઠવી છે અને આના ઉપર 2025 ની લાઈટ લગાવીને હું વર્ષ 2025 નું સ્વાગત કરું છું.

વજનદાર ફીરકી
વજનદાર ફીરકી (Etv Bharat Gujarat)

મોટર વાળી ફીરકી

માર્કેટમાં હવે તો મોટર વાળી ફીરકી પણ આવી ગઈ છે. ખાસ કરીને જે લોકો પતંગ કપાયા પછી ફીરકી લપેટવામાં આળસ રાખે છે તેમને મહેનત ના કરવી પડે અને મોટરથી જ ફીરકી લપેટાઈ જાય તેવી ફીકરી પણ હવે તો માર્કેટમાં અવેઈલેબલ થઈ ચુકી છે.

અહીંયાથી ફીરકી લેનાર ગ્રાહકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોએ જણાવ્યું હતું કે અહીંયાની એન્ટિક ફીરકી કોઈ એક કદાચ ના જોઈ હોય એવી અદભુત અને સૌથી મોટી ફીરકી સલીમભાઈ દ્વારા બનાવવામાં આવી છે. અમે દર વર્ષે અહીંયાથી ફીરકી ખરીદવા માટે આવીએ છીએ. એમની પાસે દરેક પ્રકારની ફીરકી રિઝનેબલ પ્રાઈઝમાં મળી જાય છે અને મજબૂત અને કોલેટી વાળો હોય છે એટલે દૂર દૂરથી લોકો અહિયાં ફીરકી ખરીદવા માટે આવે છે.

  1. સુરતમાં ફરી એક પારિવારિક હત્યા: પતિને ક્રૂરતા પૂર્વક પત્નીના ગળું કાપી નાખ્યાનો આરોપ
  2. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ઉમટ્યું માનવ મહેરામણ, છવાયો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીનો ઉમંગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.