દીવ: આજે અંગ્રેજી કેલેન્ડરનું વર્ષ 2024 વિદાય રહ્યું છે. 2025નો નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. જેને મનાવવા માટે સંઘ પ્રદેશ દીવમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. દીવના બીચ, હોટેલ અને અન્ય પ્રવાસન સ્થળો પર આજ વહેલી સવારથી જ પ્રવાસીઓની ભીડ નવા વર્ષને ઉજવવા માટે જોવા મળી રહી છે. જેમ જેમ રાત્રીનો સમય થતો જશે તેમ તેમ નવા વર્ષને આવકારવા માટે દીવમાં અવનવા કાર્યક્રમનું પણ આયોજન થયું છે.
નવા વર્ષને લઈને દીવમાં પ્રવાસીઓનો જમાવડો
આજે અંગ્રેજી કેલેન્ડર વર્ષનો અંતિમ દિવસ છે. આજે મધ્યરાત્રીથી વર્ષ 2025 ના નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે નવા વર્ષને આવકારવા અને વિદાય લઈ રહેલા 2024 ના વર્ષને બાય બાય કહેવા માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જમાવડો દીવ તરફ થતો જોવા મળી રહ્યો છે. દર વર્ષે નવા વર્ષને આવકારવા અને વિદાય લઇ રહેલા વર્ષને બાય બાય કહેવા માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવને પહેલી પસંદ બનાવતા હોય છે. તે મુજબ આજ વહેલી સવારથી દીવમાં પ્રવાસીઓનો જમાવડો થતો જોવા મળી રહ્યો છે.
દીવમાં અનેક સ્થળો પ્રવાસનના કેન્દ્રો
સંઘ પ્રદેશ દીવમાં બીચ દીવનો કિલ્લો આઈ.એન.એસ. ખુખરી મેમોરિયલ સહિત અનેક પ્રવાસન સ્થળ વર્ષોથી પ્રવાસીઓને ઉજવણી કરવા માટે આકર્ષિત કરી રહ્યા છે. દીવના બીચ પર વિવિધ વોટર સ્પોટની મજા માણવા માટે પણ લોકો ખૂબ જ આતુર હોય છે. જેમાં નવા વર્ષને વેલકમ કહેવાનો સહયોગ મળી જાય છે. જેથી લોકો મન મૂકીને દીવના પ્રર્યટન સ્થળોને માણતા હોય છે. સાથે સાથે નવા વર્ષની ઉજવણી કરવાને લઈને દીવમાં પાર્ટીનું પણ આયોજન થતું હોય છે. હાલ દીવમાં આવેલી તમામ હોટલો અગાઉથી જ બુકિંગને લઈને ફુલ થયેલી જોવા મળે છે. તમામ હોટેલમાં નવા વર્ષની પાર્ટીને લઈને પણ આયોજન થઈ રહ્યું છે. જેમાં હોટલમાં રોકાયેલા તમામ પ્રવાસીઓ સામેલ થઈને નવા વર્ષની ઉજવણી કરતા પણ જોવા મળશે.
આ પણ વાંચો: