મુંબઈમાં કોરોનાની સ્થિતિ અંગે BMC કમિશનર સુરેશ કાકાણીએ શું કહ્યું? - ભવિષ્યમાં ઓક્સિજનની અછત સર્જાશે

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 13, 2021, 6:14 AM IST

Updated : May 13, 2021, 2:34 PM IST

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ કફોડી બની છે. જોકે, છેલ્લા થોડા સમયથી અહીં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ત્યારે ETV Bharatએ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સુરેશ કાકાણી સાથે વાતચીત કરી હતી. કમિશનરે જણાવ્યું હતું કે, કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી અમે જમ્બો કોવિડ કેર સેન્ટર્સ શરૂ કર્યા હતા. કોરોનાની પહેલી વેવમાં જ અમને ખબર પડી ગઈ હતી કે ભવિષ્યમાં ઓક્સિજનની અછત સર્જાશે. વર્તમાન સ્થિતિને જોતા અમે કોવિડ સેન્ટર પર 6,000થી 13,000 લિટર ઓક્સિજન ક્ષમતાવાળા ટેન્ક ઉભા કર્યા છે. હવે કોરોનાની ત્રીજી વેવ આવવાની શક્યતા છે ત્યારે આ વેવમાં બાળકોને પણ મુશ્કેલી પડશે તેવું લાગી રહ્યું છે. જોકે, તેના અગમચેતી પગલારૂપે અમે વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ. અહીં 4 મોટી હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડ તૈયાર કરવામાં આવશે.
Last Updated : May 13, 2021, 2:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.