VHP નેતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે "બોલીવુડના કારણે લવ જેહાદ વધ્યો" - VHP
🎬 Watch Now: Feature Video
હરિદ્વાર(ઉત્તરાખંડ): અક્ષય કુમારની 9 નવેમ્બરે રિલીઝ થનાર ફિલ્મ 'લક્ષ્મી' પહેલાથી જ વિવાદમાં છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી અને બોલિવુડ પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. લક્ષ્મી ફિલ્મ પર સાધ્વી પ્રાચીએ કહ્યું કે, લવ જેહાદને બોલીવુડ દ્વારા જ પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. બોલિવુડ લક્ષ્મી ફિલ્મ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓની છબી ખરાબ કરવા માટે કામ કરી રહ્યું છે. બોલીવુડમાં ક્યારેય ઇસ્લામ કે કોઈ મૌલવીનો ફોટો જોવા કેમ મળતો નથી? સાધ્વી પ્રાચી કહ્યું કે બોલિવુડ હિન્દુઓને કાયર માને છે. એટલું જ નહીં, આ ફિલ્મમાં અક્ષય કુમારને મુસ્લિમ તરીકે બતાવવામાં આવ્યો છે. જ્યારે અક્ષય કુમારની પત્ની હિન્દુ છે, આ બોલિવુડ છે જે લવ જેહાદને ખૂબ પ્રમોટ કરી રહ્યું છે.