કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તામીલનાડુમાં કમલ હસનને લલકાર્યો - કમલ હસન
🎬 Watch Now: Feature Video
તામીલનાડુ : ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોઈમ્બતુર દક્ષિણ મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર વનાથિ શ્રીનિવાસનને સમર્થન આપવા માટે ટૂ વ્હીલર રેલી યોજી હતી. સ્મૃતિ ઈરાનીએ કોઇમ્બતુરમાં ભાજપના કાર્યકરો સાથે પરંપરાગત નૃત્ય પણ કર્યું હતું. કોઈમ્બતુરમાં ગુજરાતી સમાજમાં આયોજિત કાર્યક્રમને સંબોધન કરતાં સ્મૃતિ ઈરાનીએ મક્કલ નીતિ મૈમના સ્થાપક કમલ હાસનને વનાથિ શ્રીનિવાસન સાથે ખુલ્લી ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે. આ એ લોકો છે કે જેમને ખરેખર જમીની મુદ્દાઓને સારી રીતે જાણે છે અને ઉકેલો આપે છે, જે સાથે અમલીકરણની નીતિઓ પણ આપે છે, તેમ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું.
Last Updated : Mar 27, 2021, 11:03 PM IST